Rahul Gandhi Gujarat Visit : 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, રાહુલ ગાંધીનો દાવો

Rahul Gandhi Gujarat Visit ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં અચાનક તમામ રાજકીય પક્ષોનો આદિવાસી પ્રેમ ઉભરાઈ રહ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 May 2022 01:05 PM
રાહુલ ગાંધીનું સંબોધન

ભાજપનું બે હિન્દુસ્તાનનું મોડલઃ રાહુલ

આજે બે હિન્દુસ્તાન છે, એક અમિરોનું છે. અમીરોના હિન્દુસ્તાનમાં નક્કી કરેલા ઉદ્યોગપતિ અને બ્યુરોક્રેસ્ટ છે. બીજું હિન્દુસ્તાન ગરીબ અને સામાન્ય લોકોનું છે. કોંગ્રેસ પક્ષ બે હિન્દુસ્તાન નથી ઈચ્છતી. હિન્દુસ્તાનમાં સૌનું સન્માન થવું જોઈએ, સૌને શિક્ષણ અને આરોગ્યની સેવા મળવી જોઈએ. ભાજપનું બે હિન્દુસ્તાનનું મોડલ છે પહેલા ગુજરાતનું મોડલ હતું.  

મોદીએ ગુજરાતમાં જે કામ કર્યુ તે હવે દેશમાં કરી રહ્યા છેઃ રાહુલ ગાંધી

દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, આજથી એક આંદોલન એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી બન્યા. પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, જે કામ તેમણે ગુજરાતમાં કર્યું તે હવે દેશમાં કરી રહ્યા છે.

રઘુ શર્માએ શું કહ્યું

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું, ગુજરાતના આદિવાસીઓને તેમનો હક મેળવો જોઇએ. વડાપ્રધાન દાહોદ માં કાર્યક્રમ કરીને ગયા, તેઓ એકપણ વાક્ય આદિવાસી હકો માટે ના બોલ્યા. આદિવાસીઓને ભાજપ સરકાર શા માટે તેમના હકો થી દુર રાખે છે. આદિવાસી વિસ્તારોમાં સંવિધાન ચોપાલ કરીશું. 10 લાખ આદિવાસીઓ પાસે જઈ હકપત્ર ભરાવીશું. 2022 માં ગુજરાતમાં 125 થી વધુ બેઠકો જીતીશું. ગુજરાતમાં વિપક્ષ ને આંદોલન કરવાની મંજૂરી નથી, આંદોલન વિપક્ષનો અધિકાર છે.

જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને શું આપ્યું વચન

આદિવાસી સત્યાગ્રહના મંચ પરથી જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને વચન આપતાં કહ્યું, આદિવાસી સમુદાયની તમામ બેઠક કોંગ્રેસને જીતાડિશું. આદિવાસી અનામત 27 બેઠક અને આદિવાસી પ્રભાવિત 13 બેઠક પણ જીતીશું. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. જે આદિવાસી સમુદાય વચ્ચે જઈને કામ કરશે તેને જ ટિકિટ મળશે. ખાટલા બેઠક, ચોપાલ અને ઘરેઘરે જશે તેને જ આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે.

થોડીવારમાં કરશે સંબોધન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. થોડીવારમાં તેઓ  દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સંબોધન કરશે.

બ્રેકગ્રાઉન્ડ

Rahul Gandhi Gujarat Visit 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં અચાનક તમામ રાજકીય પક્ષોનો આદિવાસી પ્રેમ ઉભરાઈ રહ્યો છે. ભાજપમાંથી પ્રધાનમંત્રી મોદી, આપમાંથી અરવિંદ કેજરીવાલ આદિવાસી સંમેલન સંબોધી ચુક્યા છે અને આજે રાહુલ ગાંધી પણ આદિવાસીઓને સંબોધશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.