અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સાથેના એક લાઈવ શોમાં રાહુલ ગાંધીને અનેક સવાલ પૂછવામાં આવ્યા. જેમાં એક સવાલ ઇન્દિરા ગાંધીના શાસનમાં લાદવામાં આવેલી કટોકટી સાથે જોડાયેલો હતો.


રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો કે, ઇન્દિરા ગાંધીના શાસનમાં લાદવામાં આવેલી કટોકટી કેટલી યોગ્ય હતી. જેના જવાબમાં રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે, પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ વર્ષ 1975માં લગાવેલી કટોકટી એક ભૂલ હતી.

એ સમય દરમિયાન જે પણ થયું એ ખોટું હતુ. પરંતુ એ સમય હાલના સમય કરતા બિલકુલ અલગ હતો. કેમ કે કૉંગ્રેસે ક્યારેય દેશના સ્થાનિક માળખા પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તો પિતા રાજીવ ગાંધીની હત્યાને લઈને રાહુલે કહ્યુ કે, પિતાની હત્યાની આશંકા પહેલાથી જ તેમને હતી.