દ્વારકાઃ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બંધ બારમે બેઠક મળી હતી. ચિંતન શિબિર સ્થળ પર જ બંધ બારણે બેઠક મળી હતી. બેઠકમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા, સુખરામ રાઠવા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. વિધાનસભા ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા થઈ. પ્રદેશ માળખાને લઈ પણ સંભવિત ચર્ચા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ચિંતન શિબિરમાં નેતાઓ અને આગેવાનોને સંબોધી રહ્યા છે. ગુજરાતમાં મને ઘણું સારું લાગે છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી પેદા થઈ છે. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતીએ આપી. રાહુલ ગાંધીએ દ્વારકા ખાતે મહાભારત યુદ્ધની વાત કરી હતી. આ સાથે પૂજારીએ તેમને કરેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, તમે ચૂંટણી જીતી ગયા છો. આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને સારું લાગે છે અને સિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ યુનિક રીતે કામ કરે છે. આપણી પાર્ટી ગુજરાતથી જન્મેલી છે. દરેક પ્રદેશમાં કોંગ્રેસ ઉભી થઈ હતી. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતે આપી હતી. નહેરુ, સરદાર પટેલ અને ગાંધીજીએ માર્ગદર્શન આપ્યું હતું. મારા પરદાદા પણ ગાંધીજી સાથે કામ કરતા હતા. નેહરુએ કોઈને ગાંધીજી વિશે એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું કહું કે, હું સાચો છું અને ગાંધીજી ખોટા છે. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે, મારું દિલ કહે છે કે ગાંધીજી સાચા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યા. ભાજપનો ઉલ્લેખ કર્યા વગર શ્રી કૃષ્ણનું ઉદહર આપીને કર્યા પ્રહાર.
શ્રી કૃષ્ણ સત્ય સાથે હતા અને તેની સેના જૂથ સાથે હતી. આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે. આપણી પાસે કશું જ નથી.તમારે સચ્ચાઇની લડાઇ લડવી થે કે જુઠ્ઠી. તમારે સચ્ચાઇની લડાઇ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તેમણે ગાંધીજીની ફોટો તરફ ઇશારો કરી કહેયું સચ્ચાઇ આવી હોય છે.
આજે દ્વારકા પહોંચેલા રાહુલ ગાંધીનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. દ્વારકા પહોંચતા જ રાહુલ ગાંધી સીધા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. દ્વારકાધીશના દર્શન પછી તેઓ માધવ ડાઇનિંગ હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા.
ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. બપોરે રાહુલ ગાંધી દ્વારકા આવી પહોંચ્યા હતા. દ્વારકા પહોંચતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી ભોજન પછી ચિંતન શિબિરમાં પહોંચ્યા હતા. 3 સ્થળોએ રાહુલ ગાંધીનું ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત કરાયું હતું.