Gujarat Rain: રાજ્યમાં એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજીબાજુ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જામ્યો છે, જૂન મહિનાની શરૂઆત થઇ ચૂકી છે, અને ચોમાસાની એન્ટ્રી થોડાક દિવસોમાં ધમાકેદાર થવાની છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હાલમાં છૂટાછવાયા વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહી કરી છે. વાંચો શું છે લેટેસ્ટ આગાહી...

ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે હવામાન વિભાગે રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી છૂટ્ટાછવાયા વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટ્ટાછવાયા વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં આજે છૂટ્ટાછવાયો વરસાદ વરસી શકે છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં પણ વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

4 જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જેમાં છોટાઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં વરસાદનું અનુમાન છે ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ચાર જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમં  ચોમાસાના આગમનને લઇને હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. સાત જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.  ગુજરાતમા 15 જૂન બાદ ચોમાસાની એન્ટ્રી થશે. મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે પણ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી. 

ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે

ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ  ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે, હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં પર હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય.