Rain: ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદો માહોલ જામ્યો છે, ત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદે જોર બતાવ્યું છે. નર્મદા નદી સહિતની કેટલીક મોટી નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.

હાલમાં જ મળી રહેલા રિપોર્ટ પ્રમાણે, દાહોદ જિલ્લામાં વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દાહોદ શહેરમાં વરસાદી પાણી મંદિરોમાં ઘૂસી ગયા છે, શહેરના વિવિધ મંદિરોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. 

દાહોદમાં આવેલી દુધમતી નદીએ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે, દુધમતી નદી બે કાંઠે વહી રહી છે, દુધીમતી નદી બે કાંઠે વહેતા તેની નજીક આવેલા વનખંડી અને ઓમકારેશ્વર સાંઈ ધામ મંદિરમાં પાણી ભરાયા છે. મંદિરમાં પાણી ભરાતા મંદિરના દ્વાર બંધ કરી દેવાયા છે, સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠેર ઠેર મેઘો મહેરબાન થયો છે.

 

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા -  

મોરવાહડફ - 10.25 ઇંચછોટા ઉદેપુર - 10 ઇંચશહેરા - 9.75 ઇંચદાહોદ - 9.30 ઇંચ લીમખેડા - 8 ઇંચગોધરા - 7.75 ઇંચલુણાવાડા - 7.15 ઇંચગરબાડા - 7.15 ઇંચજાંબુઘોડા - 6.15 ઇંચસંતરામપુર - 6.15 ઇંચવીરપુર - 6.15 ઇંચફતેપુરા - 6 ઇંચઝાલોદ - 6 ઇંચપાવી જેતપુર - 5.5 ઇંચદેવગઢ બારીયા - 5.5 ઇંચબાયડ - 5.5 ઇંચધનસુરા - 5.25 ઇંચસિંગવડ - 5 ઇંચબાલાસિનોર - 4.5 ઇંચબોડેલી - 4.5 ઇંચક્વાંટ - 4.5 ઇંચસાગબારા - 4.5 ઇંચધાનપુર - 4.15 ઇંચસંજેલી - 4.15 ઇંચહાલોલ - 4.15 ઇંચડેડીયાપાડા - 4.15 ઇંચમોડાસા - 4 ઇંચકુકરમુંડા - 4 ઇંચડભોઈ - 4 ઇંચ

ઉલ્લેખનીય છે કે ગઇ કાલનો શરૂ થયેલો વરસાદી રાઉન્ડ હજુ પણ ગુજરાતમાં યથાવત છે, હવામાન વિદ્દો અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં ફરી ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. સુરત, બરોડા, ભરૂચ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જતી ટ્રેનને અસર પહોંચી છે. 8 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે, જ્યારે વધુ બે ટ્રેન રદ્દ કરવા રેલવે વિભાગની તૈયારી છે. બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનના બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ વિક્ષેપને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.

રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09156 – વડોદરા – સુરત મેમુ
  2. ટ્રેન નંબર 09152 – સુરત – વલસાડ મેમુ
  3. ટ્રેન નંબર 09154 – વલસાડ – ઉમરગામ મેમુ
  4. ટ્રેન નંબર 09153 – ઉમરગામ – વલસાડ મેમુ
  5. ટ્રેન નંબર 09151 – વલસાડ – સુરત મેમુ
  6. ટ્રેન નંબર 09155 – સુરત – વડોદરા મેમુ
  7. ટ્રેન નંબર 09495 – વડોદરા – અમદાવાદ મેમુ
  8. ટ્રેન નંબર 09496 – અમદાવાદ – વડોદરા મેમુ
  9. ટ્રેન નંબર 09400 – અમદાવાદ – આનંદ મેમુ
  10. ટ્રેન નંબર 09311 – વડોદરા – અમદાવાદ મેમુ વડોદરા – આણંદ વચ્ચે રદ રહેશે.
  11. ટ્રેન નંબર 09318 – આણંદ – વડોદરા મેમુ બાજવા – વડોદરા વચ્ચે રદ કરવામાં આવશે.
  12. ટ્રેન નંબર 09316 - અમદાવાદ - વડોદરા મેમુ આણંદ - વડોદરા વચ્ચે રદ રહેશે.

હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી

બહુ લાંબા સમયના વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી છે. હવામાન વિભાગે 9 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળમાં સર્જાયેલ એક મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની રિ-એન્ટ્રી થઇ છે. આગામી ત્રણ કલાકમાં 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી,નર્મદા, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.