અમદાવાદ : રાજ્યમાં આજે પણ વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર એક હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેની અસરના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉપરાંત મહિસાગર સાબરકાંઠા, કચ્છના કેટલાક વિસ્તારમાં પણ છૂટછવાયા વરસાદની શક્યતા છે.
ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. જો કે આગામી સપ્તાહ સુઘી હજુ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન નથી. ગુજરાતથી લઇને રાજસ્થાન સુધી હાલ ભાર વરસાદની શક્યતા નહિવત છે. કારણ કે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી. જેથી હજુ આગામી સપ્તાહ પણ ભારે વરસાદનું અનુમાન નથી. ગુજરાતમાં 10 ઓગસ્ટની આસપાસ ફરી વરસાદનું જોર વધશે. ખાસ કરીને 10 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ વધશે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68 ટકા વરસાદ નોંધાયો છે. 51 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઈ ઍલર્ટ, 23 ડેમ ઍલર્ટ અને 24 ડેમ વૉર્નિંગ હેઠળ છે. 25 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા 34 જ્યારે 25 ટકાથી 50 ટકા વચ્ચે જળસ્તર હોય તેવા 37 જળાશયો છે. સરદાર સરોવરનું જળસ્તર વધીને 78 ટકા થઈ ગયું છે.
8 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટથી લઈને 8 ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છ.