Rain Forecast:  હવામાન વિભાગની આગાહી મુજબ પૂર્વ મધ્ય અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય સર્જાતા, ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની શક્યતાને લઇને 25થી 27 ઓક્ટોબર સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે DC1 સિગ્નલ લગવાયું છે અને દક્ષિણ ગુજરાતમાં LCS3 સિગ્નલ લગાવાયું છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ-મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો પરથી હજુ  માઠવાનું સંકટ ટળ્યું નથી. આજે રાજ્યના 17 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દ્વારકા-પોરબંદર-રાજકોટમાં કમોસમી વરસાદનું અનુમાન છે. જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગરમાં વરસાદની શક્યતા છે તો આવતી કાલે ડાંગ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. ઉપરાંત આવતી કાલે કાલે દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું અનુમાન છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાને જોતા 25-26 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

Continues below advertisement

અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થઇને ગુજરાતમાં વરસાદ લાવે તેવી શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 26 ઓક્ટોબર બાદ વરસાદ આવશે. આ સિસ્મટના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાઠાંના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. હવામાન નિષ્ણાતના મત મુજબ આગામી 4થી 5 દિવસ સુધી સિસ્ટમ નબળી પડે તેવી શક્યતા ઓછી છે. જેથી 26 નવેમ્બર બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની શકયતા છે. આ સિસ્ટમના કારણે 26થી 1 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે.

ક્યાં કયાં જિલ્લામાં વરસાદની વધુ શક્યતા?

Continues below advertisement

આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા છે. નવસારી, વલસાડ, ડાંગ,તાપી, સુરતમાં વરસાદની શક્યતા છે. ભરૂચ,નર્મદા, છોટાઉદેપુર,વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર,અમરેલી, ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગર, મોરબી,રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના આ જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ 1 નવેમ્બર સુધી  વરસી શકે છે. મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ આગામી 72 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે  વરસાદનું અનુમાન છે. તેમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. નવસારી-સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.ઉપરાંત  ભરૂચ-વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા છે.

આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, હાલમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. રાજ્યમાં નવસારી સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા, કડીમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.