Gujarat Weather Forecast: હવામાન વિભાગ મુજબ હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે. જો કે આગામી દિવસોમાં ચોમાસાની આ જ ગતિ ફરી એકવાર તેજ બનવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  આજે રાજ્યના 24 જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની  કરાઈ છે.

Continues below advertisement

28 જૂને ક્યાં પડશે વરસાદ 

Continues below advertisement

તો આજે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સાથે જ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે..હવામાન વિભાગ મુજબ બે અને ત્રણ જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. જેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે..

ક્યાં જિલ્લામાં વરસાદ વરસશે

કયા જિલ્લામાં વરસાદની આગાહી ?  ((28 જૂન)) 

ગીર સોમનાથઅમરેલીભાવનગરદાહોદછોટા ઉદેપુરનર્મદાસુરતતાપીનવસારીડાંગવલસાડઅંબાલાલ પટેલે શું કરી  આગાહી 

અલનીનોની અસરના કારણે આ વખતે ચોમાસાની ગતિ ધીમી હોવાની અને આગળ પણ ઓછો વરસાદ પડવાની એક્સ્પર્ટે આગાહી કરી છે. ગુજરાતમાં પણ ચોમાસું એક સપ્તાહ મોડું પહોંચ્યું  છે. મોનસૂનની રાજ્યમાં એન્ટ્રી બાદ પણ મોટાભાગના જિ્લ્લા હજુ કોરા જ છે. ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતોની ચિંતા પણ વધારી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતભર્યાં સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે જૂનના અંતના દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ વરસી શકે છે. 28 જૂન બાદ દક્ષિણ ગુજરાત,. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ જુલાઇના પહેલા સપ્તાહમાં સારો વરસાદ વરસી શકે છે.

16 જુલાઈ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા  આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. આ સમયે સારા વરસાદના કારણે  નર્મદાના જળસ્તરમાં પણ વધારાની શક્યતા છે.  2 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી એક સારા વરસાદના  રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે.