Weather Forecast: અલનીનોની અસરના કારણે આ વખતે ચોમાસાની ગતિ ધીમી હોવાની અને આગળ પણ ઓછો વરસાદ પડવાની એક્સ્પર્ટે આગાહી કરી છે. ગુજરાતમાં પણ ચોમાસું એક સપ્તાહ મોડું પહોંચ્યું  છે. મોનસૂનની રાજ્યમાં એન્ટ્રી બાદ પણ મોટાભાગના જિ્લ્લા હજુ કોરા જ છે. ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતોની ચિંતા પણ વધારી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતભર્યાં સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે જૂનના અંતના દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ વરસી શકે છે. 28 જૂન બાદ દક્ષિણ ગુજરાત,. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ જુલાઇના પહેલા સપ્તાહમાં સારો વરસાદ વરસી શકે છે. 

Continues below advertisement

16 જુલાઈ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા  આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. આ સમયે સારા વરસાદના કારણે  નર્મદાના જળસ્તરમાં પણ વધારાની શક્યતા છે.  2 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી એક સારા વરસાદના  રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે.   

Continues below advertisement

ગુજરાતમાં અટકેલું ચોમાસું હવે ત્રણ દિવસમાં આગળ વધશે, રાજ્યમાં હજુ પાંચ દિવસ હળવા વરસાદની આગાહીગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં અટકી ગયેલું ચોમાસું આગામી ત્રણ દિવસમાં ફરી સક્રિય થઈ આગળ વધે તેવી શક્યતા છે. જોકે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં કોઈ મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય ન હોવાથી ચોમાસાની ગતિ ધીમી પડી છે. સાથે જ મોન્સૂન ટ્રફ ઉત્તર તરફ ખસી જતાં ગુજરાત તરફ આવતા ભેજયુક્ત પવનોનો પ્રવાહનો વેગ  પણ નબળો પડ્યો છે. તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામવામાં વિલંબ થઈ રહ્યો છે.

રાજ્યમાં વરસાદના આંકડાઓ પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. 26 જૂન સુધીમાં ગુજરાતમાં સરેરાશ માત્ર 2.85 ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો ગણાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર 1.03 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં રાજ્યમાં 26.24 ટકા વરસાદ નોંધાયો હતો.

વરસાદની ઘટને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી રહી છે. ઘણા વિસ્તારોમાં વાવણી માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના એક પણ તાલુકામાં અત્યાર સુધી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો નથી, જે વરસાદની અછતનો સ્પષ્ટ સંકેત આપે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ચોમાસું ફરી ગતિ પકડે તેવી સંભાવના છે. જો અરબી સમુદ્રમાં અનુકૂળ સિસ્ટમ સર્જાશે તો રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.