Gujarat Rain Alert: કાળઝાળ ગરમીથી ગુજરાતમાં નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 22 અને 23 મેના રોજ કેટલા જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં 22 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ
આ સિવાય હવામાન વિભાગે 22મેના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 23 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથની સાથે ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય
સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળોએ પણ વરસાદ વરસી શકે છે. જો કે 23 મે બાદ 27 મે સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરાઈ નથી. હવામાન વિભાગ મુજબ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.
પ્રી-મોન્સૂનની શરુઆત
દેશમાં પ્રી-મોન્સૂન શરૂ થઈ ગયું છે અને તેની અસર ઘણા ભાગોમાં જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ચોમાસાનું પણ આગમન થવાની ધારણા છે અને ગયા વર્ષના રેકોર્ડબ્રેક વરસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણ દિવસ એટલે કે 23 મે સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ પણ વાંચો- Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
ભારે પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી
આગામી ત્રણ દિવસ માટે ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં હવામાન ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે 21, 22 અને 23 મેના રોજ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા, વીજળી અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ આગાહી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. 22 અને 23 તારીખે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.
