Rain Forecast: રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘ મલ્હારની સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ 4 દિવસ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનો અનુમાન છે.


રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યાં છે. હવામાન વિભાગે હજું પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે.


રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન છે. 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદના અનુમાનને જોતા  માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે.


 હવામાનના અનુમાન મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વરસાદની આશંકાને જોતા સુરત, વલસાડ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 4 દિવસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદનો અનુમાન છે.


અમદાવાદ શહેરની વાત કરીએ તો હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં પણ  આગામી 2 દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજ અને આવતી કાલે વરસાદનો અનુમાન છે.


 નવસારી જિલ્લામાં આજે સવારથી મેઘરાજા મનમૂકીને વરસરી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં અહીં  સાર્વત્રિક વરસાદ પડ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ચીખલી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, મૂશળધાર વરસાદ વરસતા કાવેરી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નાના ચેકડેમ પણ છલકાઇ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  


આજના દિવસમાં 89 તાલુકામાં વરસ્યો વરસાદ 



  • તાપીના કુકરમુન્ડામાં આજે ચાર ઈંચ વરસાદ 

  • આજે બારડોલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

  • નિઝરમાં અઢી ઈંચ વરસાદ, સુબિરમાં અઢી ઈંચ વરસાદ 

  • આજે તિલકવાડા અને ડોલવણમાં અઢી ઈંચ વરસાદ 

  • સુરતના મહુવા, તાપીના વ્યારામાં બે બે ઈંચ વરસાદ 

  • ઉના, બાયડમાં બે બે ઈંચ વરસાદ 

  • વાલોડ,સુત્રાપાડામાં બે બે ઈંચ વરસાદ 

  • ડભોઈ, ગરુડેશ્વર, આહવામાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

  • પલસાણા, ધનસુરા, વિરપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

  • નાંદોદ, સાગબારા,કરજણ, તલોદમાં એક એક ઈંચ વરસાદ 

  • વઘઈ, ધરમપુર, સોનગઢમાં એક એક ઈંચ વરસાદ 

  • સંખેડા, અમદાવાદ શહેરમાં એક એક ઈંચ વરસાદ 

  • માલપુર, ડેડીયાપાડા, કપરાડામાં એક એક ઈંચ વરસાદ 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial