Gujarat Rain Forecast: આવતીકાલથી ફરી ખેલૈયાઓના રંગમાં ભંગ મેઘરાજા પાડી શકે છે. આવતીકાલથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદનું અનુમાન છે. 28 સપ્ટેમ્બરના  અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 111 ટકા વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયુ છે. બાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આ સિસ્ટમ આગળ વધશે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થશે, શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. રવિવારથી આ સિસ્ટમ આગળ વધતાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ પહેલા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેથી મહારાષ્ટ્રમાં તેની વધુ અસર થશે. ડિપ્રેશન બન્યાં બાદ તે આગળ વધશે અને તેના કારણે શનિવાર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચ્યાં બાદ નબળી પડશે તો ગુજરાતમાં ધાર્યા કરતા ઓછું વરસાદની શકયતા રહેશે એટલે કે વરસાદનું પ્રમાણ ઘટી જશે. આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થશે. એટલે કે 29 અને 30 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને 30 સપ્ટેમ્બરની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

આ સિસ્ટમ મહારાષ્ટ્રથી પસાર થશે જેથી મુંબઇ સહિતના આસપાસના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. જો આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચતા નબળી પડી જશે તો ગુજરાતમાં વરસાદની શક્યતા ઘટી જશે,  હાલના આંકલન મુજબ વલસાડ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં  ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભાગનગરમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદ,ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા,પાટણ આ તમામ વિસ્તારમાં 29 અને 30 તારીખે કેટલાક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. ટૂંકમાં જો આ સિસ્ટમ મજબુતાઇથી આગળ વધશે તો 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામશે

Continues below advertisement