Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, હવે હવામાન વિભાગ અને આગાહીકારોની નવી આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થઇ શકે છે. આગાહી પ્રમાણે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાય વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઇ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ વાત છે કે, ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, આગામી ૧૬ જુલાઈ સુધીમાં બંગાળમા વરસાદી સિસ્ટમ્સ સક્રિય થશે. ફરી અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 જુલાઈ દરમિયાન ફરી વરસાદી સિસ્ટમ્સ સર્જાશે. ૨૪ થી ૩૦ જુલાઈ દરમ્યાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે.
જુલાઈ મહિનામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે.
ઓગસ્ટ મહિનામા વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટના સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. 2 થી 4 ઓગસ્ટ દરમ્યાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. 6 થી 10 ઓગસ્ટના ગુજરાતના અનેક અનેક ભાગોમાં તેમજ 14 અને 15 તારીખે ઉત્તર ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે. તારીખ 16 અને 17 ઓગસ્ટ દરમ્યાન પૂર્વના ભાગોમાં વરસાદ પડશે. તેમજ 19 થી 23 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તેમજ 26 થી 27 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતમાં વરસાદની શકયતાઓ છે. આ ઉપરાંત 29-30 ઓગસ્ટ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે.