Gujarat Rain Forecast News: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી 5 હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી સમગ્ર રાજ્ય સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ વરસવાની પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Continues below advertisement

રાજ્યમાં વિવિધ હવામાન પ્રણાલીઓ એક સાથે સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ખાસ કરીને મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ અને નવસારી જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટ્ટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત બની રહ્યા હોવાથી દરિયાકાંઠાના અને ગ્રામીણ વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. આ બદલાયેલા હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમી તથા બફારામાંથી મુક્તિ મળશે.

Continues below advertisement

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

આગામી સપ્તાહ દરમિયાન સતત વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સંબંધિત જિલ્લાઓમાં આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા નદી-નાળાઓમાં પૂર આવવાની શક્યતા હોવાથી સ્થાનિક લોકોને અને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વરસાદ ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થશે, પરંતુ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે.