અમદાવાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આાગાહી કરવામાં આવી છે.  નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  


દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.  સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 


પ્રવાસન સ્થળ દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ  વરસી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે  અનુમાન વ્યક્ત કર્યુ છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  


બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. 


છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસ્યો


બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જતા ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં આજે પણ વરસાદને લઇને હવામાન વિભાગે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનુ અનુમાન વ્યક્ત કર્યું છે. વરસાદની આગાહી વચ્ચે  વાપીમાં 7 ઇંચ વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.


વલસાડ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાપીમાં છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.  વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકામાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં નોંધાયો વરસાદ



  • વાપીમાં ખાબક્યો સાત ઈંચ વરસાદ

  • કપરાડામાં સાડા છ ઈંચ વરસાદ

  • પારડીમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • ધરમપુરમાં સવા ચાર ઈંચ વરસાદ

  • ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • જોડીયામાં અઢી ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુરમાં અઢી ઈંચ વરસાદ

  • નવસારીમાં અઢી ઈંચ વરસાદ

  • ખેરગામમાં સવા બે ઈંચ વરસાદ

  • જલાલપોરમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં વાલોડમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં સોનગઢમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં આહવામાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં ગણદેવીમાં બે ઈંચ વરસાદ