Gujarat Rain: આખો ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવારના રોજ કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ ખાબક્યો છે.
ખેડૂતોના સુકાતા પાકને જીવનદાન મળે તેવી રાજ્ય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ
24 કલાકમાં ડાંગના વઘઈમાં છ ઈંચ વરસાદ
24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ
24 કલાકમાં ડાંગ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં સુબિર તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ
24 કલાકમાં તાપીના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ
24 કલાકમાં ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ
24 કલાકમાં ધરમપુર અને ડેડીયાપાડામાં 2 ઈંચ વરસાદ
24 કલાકમાં વઢવાડ અને મોરવાહડફમાં 2 ઈંચ વરસાદ
24 કલાકમાં વાલોડ અને છોટાઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ
24 કલાકમાં દાંતા, ડોલવણ અને ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ
ખેરગામ, લુણાવાડા અને બારડોલીમાં એક ઈંચ વરસાદ
24 કલાકમાં પારડી અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં પલસાણા અને દસાડામાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં જલાલપોર અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં સાયલા અને નેત્રંગમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં મહુધા અને ગરુડેશ્વરમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં સતલાસણા અને વિરપુરમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં વાપી અને જોટાણામાં 1 ઈંચ વરસાદ
તાપી જિલ્લામાં વરસાદ
તાપી જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વ્યારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરનાં મિશન નાકા, રાજ નગર સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.