નવસારી: હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેરમાં વહેલી સવારથી  વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. નવસારી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં અમૂક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


નવસારીમાં 1.5 ઇંચ


જલાલપોર 20 mm 


ગણદેવી 19 mm


ચીખલી 19 mm 


વાંસદા 03 mm


નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં અમૂક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ પાસે વરસાદી પાણી ભરાયા છે.  પાણી ભરાઈ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા વર્ગને હાલાકી થઈ છે.  પાણી ભરાવાની જાણ પાલિકાની ટીમને થતા પાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. નવસારી શહેરમાં આવેલા સ્ટેશન, મંકોડીયા, જુનાથાણા, ડેપો, ગ્રીડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.


વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં  આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના અમુક ભાગોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં પણ  હવામાન વિભાગ  દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. 


આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.  સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઓફ શ્યોર ટ્રફ પણ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  અત્યાર સુધી ગુજરાતમાં સિસ્ટમ  પહોંચતા નબળી પડે છે.  પાંચ દિવસ સુધી  માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.


ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, વલસાડના પારડીમાં બે ઈંચ, અમદાવાદના ધંધુકામાં બે ઈંચ, અમરેલીના ખાંભામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.


હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં  સવા ઈંચ, અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, ભાવનગરના ઘોઘામાં સવા ઈંચ, આણંદના આંકલાવમાં સવા ઈંચ, નવસારીના વાંસદામાં એક ઈંચ, મોરબીના વાંકાનેરમાં એક ઈંચ અને સુરતના ચોર્યાસીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.