Rain Update: હવામાન વિભાગે 28 મે સુધી ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.
સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ઓલપાડમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાલિયામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. કામરેજમાં એક ઈંચ, ધોલેરામાં એક ઈંચ, ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો સવારે 6થી 10 વાગ્યા સુધીમાં તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો.
ઉલ્લેખનિય છે કે, દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. કેરળ, મિઝોરમ, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં ચોમાસાનં આગામ થઇ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાના આગામન સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ખાસ કરીને ભારે વરસાદથી મુંબઇ પ્રભાવિત છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદથી શહેરવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રવિવારથી પડી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કરી છે. જેમાં લોકોને દરિયા કિનારે જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં બે દિવસ પહેલા જ ચોમાસુ આવી ગયું છે, અને ત્રણ દિવસથીમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. મેટ્રો સ્ટેશનોમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક સ્ટેશનોના દરવાજા બંધ કરવા પડ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી તીવ્ર બનાવી દીધી છે