Gujarat Rain Updates: રાજ્યમાં કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ.. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 12 તાલુકાઓમાં એકથી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વાલોડમાં 2.44 ઈંચ નોંધાયો છે. જ્યારે ઉમરગામમાં 2.40 ઈંચ, વ્યારામાં 2.24 ઈંચ, ઉકાઈમાં 2.09 ઈંચ અને સુરત શહેરમાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ચીખલીમાં 1.18 ઈંચ, ઉમરપાડામાં 1.10 ઈંચ, ધરમપુર અને મહુવામાં 1.06-1.06 ઈંચ તેમજ નવસારી અને જલાલપોરમાં 1.02-1.02 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ડેડિયાપાડા, ખેરગામ અને અંકલેશ્વરમાં 0.94 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

Continues below advertisement

 

10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, તાપી અને નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Continues below advertisement

આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઆજે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે મધ્ય ગુજકાતના અનેક જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ઝોનમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,ભરૂચ,નર્મદા રાજકોટ,જામનગર,મોરબી,જૂનાગઢ,ગીર, સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગર,કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ વરસાદનો થોડો વિરામ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 20 જુલાઈ સુધી માત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળશે. પરંતુ, 22 જુલાઈથી મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. એટલું જ નહીં, 27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે.