Gujarat Rain Forecast:હવામાન વિભાગના મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે, રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ (rain) રહી શકે છે. હવામાન વિભાગે તમામ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદની (rain) આગાહી (forecast) કરી છે.


કચ્છ-સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની (rain)  હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે .. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકામાં વરસી શકે છે વરસાદ


દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ આજે  વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ  વરસી શકે છે.


મધ્ય ગુજરાતના સાત જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ વરસી શકે છે.


રાજ્યના ડેમની જળસપાટી ક્યાં પહોંચી?       


રાજ્યના 207 પૈકી 117 જળાશયો છલોછલ કચ્છ-સૌરાષ્ટ્રના 97 જળાશયો હાઉસફુલ થયા છે.  .. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ, તો ઉત્તર ગુજરાતના બે ડેમ સંપૂર્ણ ભરાયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે... 90 ટકાથી વધુ ભરાયેલા 142 જળાશયો હાઈએલર્ટ પર છે. , 80થી 90 ટકા ભરાયેલા 12 ડેમ એલર્ટ પર છે , તો 70થી 80 ટકા ભરાયેલા સાત જળાશયો વોર્નિંગ પર છે.                        


ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો                         


ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 121.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 183.32 ટકા વરસાદ  વરસ્યો છે.  તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 128.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 123 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 117.12 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 105.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


આ પણ વાંચો   


Weather Forecast: યુપી, એમપીથી લઈને રાજસ્થાન-ગુજરાત સુધી વરસાદ બનશે આફત, IMDએ જાહેર કર્યું એલર્ટ