કચ્છ: સરહદી વિસ્તારમાં 4 દિવસમાં 12 લોકોના મોત થયાનો કોંગ્રેસે આરોપ લગાવતા હાહાકાર મચી ગયો છે. તંત્ર દ્વારા યોગ્ય પગલા ન ભરાઈ રહ્યા હોવાથી કોંગ્રેસના અગ્રણીઓએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે. લખપત જિલ્લા પંચાયતના સદસ્ય મીના બા જાડેજાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે.


તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સરહદી વિસ્તાર અલખપતમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ પડ્યા બાદ લખપત તાલુકામાં લોકોને તાવ ન્યુમોનિયા જેવી બિમારી થયા બાદ મોત થયા છે. 4 દિવસમાં 12 લોકોના મોત થતાં સમગ્ર લખપત તાલુકામાં ચકચાર મચી છે. કલેક્ટરે કહ્યું આ અંગે તપાસના આદેશ પણ આપ્યા છે અને આરોગ્ય લક્ષી કામગીરી માટે સુચનાઓ આપી દેવામાં આવી છે.


Abp અસ્મિતાના અહેવાલની અસર


લખપત અબડાસાના જત પરિવારોમાં ભેદી બીમારીથી હાહાકાર થયો હતો. પાંચ દિવસમાં ટપોટપ 12 મોત થયાના સમાચાર એબીપી અસ્મિતાએ પ્રસારીત  કર્યા હતા. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું હતું. મૃતકોમાં ન્યૂમોનિયા કે સ્વાઈન ફ્લુ જેવા લક્ષણો હોવાના કારણે મોત થયા હોવાની માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર રવિવારે અમદાવાદ- રાજકોટથી નિષ્ણાતોની ટીમ મોકલશે. રાજ્ય સરકારની ટીમ સોમવારે કચ્છ પહોંચી તપાસ હાથ ધરશે. નોંધનિય છે કે, ભારે વરસાદ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે.


વડોદરામાં પૂર બાદ આવી નવી આફત


વડોદરામાં આવેલ પુરમાં અનેક વિસ્તારના લોકો 2થી 3 દિવસ પાણીમાં રહ્યા, લોકોના ઘર પાણીમાં ડૂબ્યા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારમાં પહેલા માળ સુધી મકાનો ડૂબ્યા હતા. લોકો 3 દિવસ સુધી ઘરમાં અને અઠવાડિયા સુધી પાણીમાં અવરજવર કરતા લોકોના પગમાં ફંગસ થવા લાગ્યા હતા. આંગળીઓ વચ્ચે અને પગ તળિયે છાલા પડી ગયા ચામડી ઉતરી રહી હતી. પલળેલા જ કપડા લોકોએ 2થી 3 દિવસ પહેરી રાખતા પગ અને કમ્મરના ભાગે ફંગસ થતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળી 25 હજારથી વધુ લોકો ચામડીની બીમારી પિડાતા જોવા મળ્યા હતા.


આ અંગે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહી રહ્યા છે કે પૂર બાદ ચામડીના દર્દીઓ ડબલ થઈ જવા પામ્યા છે. 200 જેટલી ખાનગી હોસ્પિટલમાં રોજના 40 થી 50 દર્દીઓ આવી રહ્યા છે. શહેરની સરકારી હોસ્પિટલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચી રહ્યા છે. ડોક્ટરે કહ્યું કે, લોકો પલળેલા પગને ગરમ પાણીથી ધોઈ આંગળીઓ પણ સાફ કરે ત્યાં તેલ અથવા ક્રીમ લગાવે. 2 થી 3 દિવસ પલળેલા કપડાં ગરમ પાણીમાં પલાળી ધોવે , શક્ય હોય ગંદા પાણીમાં ચાલવાનું ટાળી ડોક્ટરની સલાહ લે તે જરૂરી છે. 


આ પણ વાંચો...


જામનગરમાં જામી લાડુ સ્પર્ધા: પુરુષે 12 તો મહિલાએ 9 અને બાળકે 5 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, જુઓ Video