Rain Live Update: બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ, રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ

મેઘરાજાએ રવિવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદમાં 12 ઇંચ સુધી વરસાદ પડતાં સ્કૂલ-કોલેજોમાં આજે રજા જાહેર કરાઇ છે.

gujarati.abplive.com Last Updated: 11 Jul 2022 02:59 PM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદમાં ગઇકાલે સાંજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જતાં સમગ્ર અમદાવાદ પાણી-પાણી થઇ ગયું. પ્રહલાદનગર,બોપાલ વિસ્તારની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ....તો ભારે વરસાદના કારણે શાળા –કોલેજમાં પણ રજા જાહેર કરી દેવાઇ...More

રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.