Gujarat Weather :હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં  વેધર સૂકુ રહેશે પરંતુ 10 તારીખ બાદ ફરી બે દિવસ વરસાદી માહોલ રહેશે. 11 અને 12 એપ્રિલ રાજયમાં છૂટછવાયો વરસાદ રહેશે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં  વેધર સૂકુ રહેશે પરંતુ 10 તારીખ બાદ ફરી બે દિવસ વરસાદી માહોલ રહેશે. 11 અને 12 એપ્રિલ રાજયમાં છૂટછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગે 11 એપ્રિલ  કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરી છે તો 12 તારીખે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદનું તાપમાન 38° ને આસપાસ રહેશે. રાજયમા પવનની દિશા બદલતા ગરમીનો પારો બેથીત્રણ ડિગ્રી ઉંચે જશે.


હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બે દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. તેની સલાહ પ્રમાણે વિભાગે જણાવ્યું હતું કે, ‘આગામી બે દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં તેજ પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.’


Gujarat:  મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા


અમદાવાદ:  મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ  કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી  7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.   અમદાવાદની મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંગલો પચાવવાના કેસમાં કિરણ પટેલની ધરપકડ થઈ છે.


કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.


કિરણ પટેલને રાત્રે અમદાવાદ લવાયો


કિરણ પટેલને રાત્રે 2.30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ  મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં  કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં  પૂછપરછ થશે.









 અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર સ્થિત ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી છે. મહત્વનું છે કે, કિરણ પટેલની પત્ની માલિની પણ ધરપકડ થઈ ચૂકી છે.