Heavy Rain: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે, ગઇકાલથી જગત મંદિર દ્વારકા સહિતના વિસ્તારોમાં જબરદસ્ત ભારે વરસાદ ખાબકી રહ્યો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે બાંકોડી ગામની નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં થોડાક કલાકોના વિરામ બાદ ફરી એકવાર વરસાદ જામ્યો છે. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા અને તેની આજુબાજુના વિસ્તારો ભાણવડમાં ખાબકી રહ્યો છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, ખંભાળિયાના રામનાથ સોસાયટી, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર, રેલવે ગળનાળું સહિતના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. આ ઉપરાંત ભાળથર, બેરજા, ખોખરી, કોટા, કોલવા, માંઝા, હરીપર, પરોડીયા, સલાયા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાટિયા ગામના બજારો અને ભાટિયા-ભોગતને જોડતા પૂલ પાણીમાં ગરકાવ થયા છે. વરસાદથી કલ્યાણપુર પંથકની બાંકોડી ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે જે જિલ્લામાં અઢીથી સવા ચાર ઈંચ વરસાદ વરસવાની શક્યતા હોય છે.
24 કલાકમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ
24 કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ
24 કલાકમાં માણાવદરમાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો
24 કલાકમાં સુરતના મહુવામા સાત ઈંચ વરસાદ
24 કલાકમાં વંથલી અને દ્વારકામાં છ છ ઈંચ વરસાદ
24 કલાકમાં બારડોલી, કુતિયાણામાં છ છ ઈંચ વરસાદ
24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા છ ઈંચ વરસાદ
24 કલાકમાં સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
24 કલાકમાં મુંદ્રા, વાપી, મેંદરડામાં પાંચ પાંચ ઈંચ વરસાદ
24 કલાકમાં કપરાડા, બાબરા, ભેસાણમાં સાડા ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ભેસાણ, વલસાડ, ભરૂચમાં સાડા ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ભરૂચ, જૂનાગઢ શહેરમાં ચાર ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ખેરગામ, વિસાવદરમાં ચાર ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં જેતપુર, નવસારીમાં ચાર ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ગણદેવી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં જલાલપોર, હાંસોટ, કુંકાવાવમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં વાલોડ, રાણાવાવ, મોરબીમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં ચીખલી, માંડવી, ઉમરપાડામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં ધોરાજી, અમદાવાદ શહેર, જામકંડોરણામાં 3 3 ઈંચ વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD)ના વિજ્ઞાની પ્રદીપ શર્માએ આગામી પાંચ દિવસ માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના અનુસાર, ગુજરાતના તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદની સંભાવના છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.