Mahisagar Rain News: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ પણ ગુજરાતમાં ભાદરવો ભરપૂર થઇ શકે છે. આ બધાની વચ્ચે હવે મહીસાગર નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. સતત વધતા પાણીની સ્તરને કારણે કડાણા ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. હાલમાં ડેમના 21 ગેટ ખોલવામાં આવ્યા છે.
રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ફરીથી હવામાન વિભાગે આગાહી કરી છે. માહિતી પ્રમાણે, મધ્ય ગુજરાતની મોટી નદી મહીસાગરમાં પાણીની મોટી આવક નોંધાઇ રહી છે. હાલની સ્થિતિમાં મહીસાગરના કડાણા ડેમમાં પાણી સતત આવક થઇ રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 47 હજાર 546 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. કડાણા ડેમની જળસપાટી અત્યારે 417.5 ફૂટે પહોંચી છે. પાણીની ભારે આવકથી કડાણા ડેમ 92.31 ટકા ભરાયો છે. ખાસ વાત છે કે, જળસ્તર વધતાં કડાણા ડેમના 21 દરવાજા ખોલીને નદીમાં છોડવામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નદીકાંઠાના 106 ગામોને એલર્ટ કરાયા છે. લુણાવાડાના તાત્રોલી બ્રિજ પર વાહન વ્યવહારને પણ બંધ કરાયો છે અને મહીસાગર, પંચમહાલ, ખેડા જિલ્લા કલેક્ટરને આ અંગે જાણ કરાઇ છે. વડોદરા, આણંદ જિલ્લાના કલેક્ટરને પણ પત્રથી જાણ કરાઇ છે. સંબંધિત અધિકારીઓને તકેદારી રાખવા સૂચના અપાઇ છે.
રાજ્યના ડેમની શું છે સ્થિતિ?
રાજ્યના કુલ 207 પૈકી 119 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 99 ડેમ સંપૂર્ણ ભરાયા છે . તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નવ નવ અને ઉત્તર ગુજરાતના બે ડેમ પણ ઓવરફ્લો થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ પર છે. , 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે તો 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
Gujarat Rain: ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો