Gujarat Rain: ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો
Gujarat Rain: ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો
પ્રતિકાત્મક તસવીર
1/7
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવે ફરી રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
2/7
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/7
રાજ્યના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર અને દાહોદમાં આગામી ત્રણ કલાક મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
4/7
જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/7
ગુજરાતમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 121.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
6/7
સૌથી વધુ કચ્છ જિલ્લામાં 183.32 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 128.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 123 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
7/7
મધ્ય ગુજરાતમાં સિઝનનો 117.12 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 105.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Published at : 08 Sep 2024 03:02 PM (IST)