Gujarat Weather News: ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, અચાનક વાતાવરણમાં પલટો આવતા છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે, બે દિવસ પહેલા આવેલા વાવાઝોડા-આંધી વંટોળથી કેટલુંય નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ સિલસિલો હજુ પણ યથાવત છે, કેમકે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે હાંસોટ અને ભરૂચમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાંચો અહીં લેટેસ્ટ આંકડા....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા નીચે પ્રમાણે છે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં નોંધાયો વરસાદછેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં ભરૂચના હાંસોટમાં પણ અઢી ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં નેત્રંગ અને ભરૂચ શહેરમાં બે ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં ઓલપાડમાં સવા ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં વાલિયામાં એક ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં કામરેજમાં એક ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં ધોલેરા અને ઝઘડિયામાં એક ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં જાફરાબાદ, તળાજામાં પોણો ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં નાંદોદ, રાજુલામાં પોણો ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં ઉના, વાગરા, તાલાલામાં અડધો ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં તિલકવાડા, ઉમરગામ, ધારીમાં અડધો ઈંચ વરસાદ
ગુજરાતના હવામાન વિભાગે આગામી 27 થી 31 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઇ રહી છે. આ દિવસોમાં 35-50 કિમી પ્રતિકલાક સુધીની પવનની ગતિ રહેશે.
હાલમાં મહારાષ્ટ્રના રત્નાગિરી આસપાસ ડિપ્રેશન સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે રત્નાગિરી, કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે કે 28 મે બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટાં પડી શકે છે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે. રાજ્યમાં 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.