Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલથી રાજ્યમાં 90 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા અને વિસાવદરમાં 4-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી એક કલાકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. રાજ્યમાં 25 જિલ્લાઓમાં આજે હળવાથી મધ્ય અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે આગામી એક કલાક રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એકસાથે 25 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. આમાં અરવલ્લી, મહીસાગરમાં આજે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપીમાં હળવો વરસાદ વરસી શકે છે. ડાંગ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, ગાંધીનગર, અમદાવાદ મધ્યમ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રાજ્યમાં સિઝનનો 137 ટકા વરસાદ ખાબક્યો છે, આમાં કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 114 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સિઝનનો 133 ટકા વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો 147 ટકા વરસાદ વરસ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો
ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચો