Gujarat Rain Forecast:  અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા એક સપ્તાહ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જમાવટ કરે તેવી શક્યતા છે.  હવામાન વિભાગે આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે વરસાદનું અનુમાન છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ છે જેના મહારાષ્ટ્ર પરથી ગુજરાતમાં આવતાં ગુજરાતને મેઘરાજા ફરી એકવાર ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી મુજબ એક સપ્તાહ મધ્યમથી ભારે રાજ્યમાં છુટછવાયો વરસાદ રહેશે પરંતુ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે. કાલથી બે દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. 27 ઓક્ટોબરના ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના કાંઠાના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની પ્રબળ શક્યતાને જોતા  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

Continues below advertisement

અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાશે.

Continues below advertisement

દક્ષિણ ગુજરાતમાં પૂર જેવો વરસાદઆગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને, નવસારી, સુરત, ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં તો પૂર જેવો વરસાદ આવે તેવી પણ શક્યતા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ અસરવરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી. દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીરના ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ જોવા મળશે. જેમાં વડોદરા, આણંદ, અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા અને કડી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.