ગાંધીનગરઃ લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પોણા ચાર ઈંચ, વલસાડના પારડી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં સવા ત્રણ ઈંચ અને વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.




મહેસાણામાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણી પાણી થયા હતા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સુકાતા પાકને વરસાદથી નવુ જીવનદાન મળ્યુ છે.


રાજકોટમાં પણ મધરાતે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટમાં એક મહિના કરતા વધુ સમય બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. આગાહી વચ્ચે નવસારીના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મોડી રાતે બે કલાકમાં વાંસદા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી, ખેરગામ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વાલોડમાં સવા બે ઈંચ, તો ડોલવણમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વ્યારા, નિઝર, કુકરમુંડામાં પણ વરસાદ વરસ્યો હતો.


સોજીત્રા, કુકરમુંડા, ડેડીયાપાડા, નિઝર, દાહોદ, સાગબારામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ડોલવણ, આહવામાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ક્વાંટ, સુબીરમાં દોઢ- દોઢ ઈંચ તો છોટા ઉદેપુર, નડિયાદ, વડનગર, નેત્રંગ, મહુવામાં સવા સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. સોનગઢ, પાવી જેતપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગરૂડેશ્વર, ગણદેવી, ખંભાતમાં પોણો પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.


 


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ


 


છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં સવા બે ઈંચ વરસાદ