સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ત્યાર બાદ વહેલી સવારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોને બહુ મુશ્કેલી પડી હતી.


આજે વહેલી સવારે દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યાર બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ભરાવવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો. જ્યારે રસ્તાઓ પર પાણી ભરાતા નગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખોલી હતી.

દાહોદમાં ભારે વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતાં. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આગામી ચાર દિવસ ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અનેક ભાગોમાં વરસાદ પણ જોવા મળશે.