અચાનક આવેલા વરસાદથી આ વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત મળી હતી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ધારી, ચલાલા, ગઢિયા, વીરપુર સહિત આજુબાજુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને થોડા સમય માટે વરસાદ પડ્યો હતો.
આ પહેલા જ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું કેરળના દરિયા કિનારે પહોંચી જશે. આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.