અમદાવાદ: વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ટ્વિટ કરીને બરાબરના ફસાયા છે. પરેશ ધાનાણીએ જરૂરી માહિતી વગર જ શિક્ષણ વિભાગ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે ધોરણ 6ની હિન્દીની બુક પર રાષ્ટ્રગીતના રચાયિતાનું નામ ખોટું જતું હોવાનું જણાવીને બે તસવીરો ટ્વિટ કરી હતી. જેના પછી તેઓ પોતે જ ટ્રોલ થયા છે.


ટ્વીટમાં તેમણે ધોરણ 6ની હિન્દીની પુસ્તક પર રાષ્ટ્રગીતના રચાયિતાનું નામ ખોટું જતું હોવાનું જણાવીને બે તસવીરો ટ્વીટ કરી હતી. આવી ભુલ કરનારા પાઠ્યપુસ્તક લખનારા ગુજરાતને શું ભણાવશે? તેવો પણ ધાનાણીએ સવાલ કર્યો હતો.



જોકે આ ટ્વીટ બાદ કેટલાક યૂઝર્સે પરેશ ધાનાણીએ રિપ્લાય કરતા કહ્યું કે હિન્દીમાં ઠાકુર જ લખાય છે. ધાનાણીની ટ્વિટનો રિપ્લાય આપનાર લોકોએ ધાનાણીના સામાન્ય જ્ઞાનની મજાક ઉડાવી હતી. જેમાં તેમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો ફર્ક ન પડતો હોવાનો વ્યંગ કરાયો હતો. ઉપરાંત કેટલાક યૂઝર્સે તેમના ટ્વીટ પર રિપ્લાય કરતા રવિન્દ્રનાથના નામ, માતા-પિતા, જન્મ સંબંધી અન્ય માહિતીનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો.