આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેંદ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને મેઘરાજા ધમરોળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
18 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની આગાહી.
19 ઓગસ્ટે પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, જામનગર, પોરબંદર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.
20 ઓગસ્ટે દમણ, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.
21 ઓગસ્ટે મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ,પોરબંદર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા.
22 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, દ્વારકા, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ પડી શકે છે.
હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
આગામી પાંચ દિવસ ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં વરસાદ તુટી પડશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2020 07:44 AM (IST)
આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -