Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, આ કારણે ફરી એકવાર રાજ્યના મોટાભાગના ડેમો, જળાશયો અને તળાવો ફૂલ થઇ જવાની સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં દક્ષિમ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદે ફરી એકવાર કેર વર્તાવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ફરી એકવાર ઓવરફ્લૉ થયો છે, અને તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણ કડાણા ડેમ ઓવરફ્લૉ થવાની સ્થિતિ પેદા થઇ છે, હવે કડાણા ડેમમાંથી સાડા ચાર લાખ પાણી છોડવામાં આવશે,
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરાયા. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે, કુલ કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે.
અધિકારીઓને જગ્યાના છોડી સ્ટેન્ડબાય રહેવા પણ આદેશ આપી દેવાયા છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઓવર ફ્લૉ થતાં તંત્રએ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કામગીરી શરૂ કરી દીધી છે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા -
મોરવાહડફ - 10.25 ઇંચ
છોટા ઉદેપુર - 10 ઇંચ
શહેરા - 9.75 ઇંચ
દાહોદ - 9.30 ઇંચ
લીમખેડા - 8 ઇંચ
ગોધરા - 7.75 ઇંચ
લુણાવાડા - 7.15 ઇંચ
ગરબાડા - 7.15 ઇંચ
જાંબુઘોડા - 6.15 ઇંચ
સંતરામપુર - 6.15 ઇંચ
વીરપુર - 6.15 ઇંચ
ફતેપુરા - 6 ઇંચ
ઝાલોદ - 6 ઇંચ
પાવી જેતપુર - 5.5 ઇંચ
દેવગઢ બારીયા - 5.5 ઇંચ
બાયડ - 5.5 ઇંચ
ધનસુરા - 5.25 ઇંચ
સિંગવડ - 5 ઇંચ
બાલાસિનોર - 4.5 ઇંચ
બોડેલી - 4.5 ઇંચ
ક્વાંટ - 4.5 ઇંચ
સાગબારા - 4.5 ઇંચ
ધાનપુર - 4.15 ઇંચ
સંજેલી - 4.15 ઇંચ
હાલોલ - 4.15 ઇંચ
ડેડીયાપાડા - 4.15 ઇંચ
મોડાસા - 4 ઇંચ
કુકરમુંડા - 4 ઇંચ
ડભોઈ - 4 ઇંચ
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે દાહોદ,છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા અને ગાઁધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી,ખેડા ,પંચમહાલ,છોટાઉદેપુર ,મહિસાગર,વડોદરા ,ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતી કાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા,મહેસાણા, સબારકાંઠા,ગાઁધીનગર,ખેડા ,આણંદ,અમદાવાદ, મહીસાગર,નર્મદા,ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સાબરાંકાંઠા તેમજ ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પાટણ અને મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરના રોજ મહેસાણા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.