ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 182 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના મુંદ્રામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે માંડવીમાં સાડા પાંચ ઈંચ અને તાપીમાં વાલોડમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 64 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં તાપીના દોલવણમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ડાંગના વઘઈમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાંસદામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
- કચ્છના માંડવી અને મુન્દ્રામાં સાડા પાંચ વરસાદ નોંધાયો હતો.
- તાપીના વોલાડમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
- આણંદના તારાપુરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- ભરૂચના નેત્રંગમાં પાંચ ઈંચ અને વાલીયામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- આણંદના ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
- અરવલ્લીના ભિલોડામાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- સુરતના મહુવામાં 4 અને વલસાડના ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
17 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, ગીર-સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, તાપી, વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ વરસી શકે છે.
18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી.
19 ઓગસ્ટે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જોકે આગામી 5 દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડશે.
આજે સવારે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારમાં બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વરસાદના આંકડા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2020 09:40 AM (IST)
આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 64 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં તાપીના દોલવણમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ડાંગના વઘઈમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાંસદામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -