Rain: ગુજરાતમાં પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં એર સરક્લ્યૂલેશનના કારણે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં શિક્ષણ કાર્ય બંધ છે, સાથે સાથે સરકારી બસ સર્વિસ અને રેલવે સર્વિસને પણ અસર પહોંચી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે પણ વરસાદના કારણે બસ સર્વિસ ઠપ્પ થઇ છે. રાજ્યમાં 1 હજારથી વધૂ રૂટ પર આજે બસો નહીં દોડે અને 4 હજારથી વધુ ટ્રીપને રદ્દા કરાઇ છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં વાહન વ્યવહારને અસર પહોંચી છે, એસટી બસ સેવા પ્રભાવિત થઇ છે. ગઇકાલની જેમ આજે પણ એસટીની બસ સેવા પ્રભાવિત થઈ છે. આજે પણ રાજ્યભરના 1180 રૂટને બંધ કરવામાં આવ્યા છે અને તેના પરની હવે પર 4,531 ટ્રીપ રદ્દ થઇ છે. ભારે વરસાદના કારણે ગુજરાતના વડોદરા, પાદરા, ખેડા ડેપોનું તમામ સંચાલન આજે બંધ રાખવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફના રૂટ વધુ પ્રભાવિત થઇ છે. મહત્વનું છે કે, બસ સેવા અને ટ્રીપ રદ્દ થતાં એસટી નિગમ અંદાજિત ૧.૦૮ કરોડ રૂપિયાની આવક ગુમાવશે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસસ્યો વરસાદ
ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા ચાર દિવસમાં 25 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 99 ઈંચ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનનો કચ્છમાં અત્યાર સુધીમાં 116.79 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 108.20 અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 101.52 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 98.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 79.99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના કેટલા ડેમ થયા ઓવરફ્લો?
ધોધમાર વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 77 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 61, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતમાં છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયા છે.પાણીની ભરપૂર આવકથી રાજ્યના 122 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 96 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
Rain: સૌરાષ્ટ્રના માથે સંકટ, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી