Gujarat Rain: ગુજરાતમાં નવરાત્રી પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે, નવરાત્રી પહેલાના વરસાદથી ગરબા આયોજકોની ચિંતા ખુબ વધી ગઇ છે, આ સાથે જ ખેલૈયાઓ પણ નારાજ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 4 ઇંચ ખાબક્યો છે. આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રીમાં ખાબકી શકે છે. 

Continues below advertisement

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 104 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નોંધાયો છે. નાંદોદમાં 4.69 ઇંચ જેટલો જંગી વરસાદ વરસ્યો છે. છોટા ઉદયપુરના બોડેલીમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે. તથા જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ વરસાદ સાથે ગોંડલ, મોડાસા, ગલતેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ થયો છે. તથા સંખેડા, માલપુર, ખાનપુર, કપડવંજમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ 35 તાલુકામાં 1 ઇંચથી વધુથી વધુ વરસાદ વરસ્યો તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે. રાજ્યમાં 20 તાલુકાઓ એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાથી આ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હશે. 20 તાલુકાઓની આ સંખ્યા પણ દર્શાવે છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે, પરંતુ તે ભારે વરસાદની શ્રેણીમાં આવતો નથી. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હતુ. જોકે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. એકાદ અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડતો દેખાઈ રહ્યો છે.

નવરાત્રીમાં વરસાદનું અનુમાન: અંબાલાલ પટેલની આગાહીનવરાત્રીના પવિત્ર તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે, જે ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેમના અનુમાન મુજબ, નવરાત્રીની શરૂઆતમાં હળવો વરસાદ જોવા મળશે, પરંતુ પાછળથી વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે વરસાદની શરૂઆત થઈ જશે. ખાસ કરીને, 28 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેલૈયાઓ અને ગરબાના આયોજકો માટે મહત્વપૂર્ણ ચેતવણી સમાન છે. નવરાત્રિની શરૂઆતના બે-ત્રણ દિવસ હળવો વરસાદ હોવાથી ગરબાની મજામાં બહુ વિક્ષેપ નહીં પડે, પરંતુ મધ્ય નવરાત્રિ દરમિયાન ભારે વરસાદને કારણે આયોજનો રદ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

Continues below advertisement