Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. સાનૂકુળ સ્થિતિએ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. ચોમાસું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તેમજ મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના વધુ કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. આગામી બે ત્રણ દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, યુપીના વધુ ભાગો અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને આવરી લેશે.

Continues below advertisement

આજે  કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર,રાજકોટ, બોટાદ,અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

Continues below advertisement

આ પણ વાંચો: Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

આ સિવાય ગાંધીનગર, મહીસાગર અને છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે.દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

નોંધનિય છે કે, મોનસૂનની ગતિ ધીમી હોવાથી ધીરે ધીરે ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 5 જુલાઇ બાદ મોનસૂન ગુજરાતમાં ગતિ પકડે અને સાર્વત્રિક વરસાદ નોંધાય તેવો અનુમાન વ્યક્ત કર્યો છે. 1 જુલાઇ સુધી ગુજકાતના દક્ષિણ વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસશે. ભારેથી અતિભારે વરસાદની કોઇ શક્યતા નથી.

ઘણા રાજ્યોમાં હજુ પણ અકળાવી દેતી ગરમી પડી રહી છે.  દરમિયાન, હવામાન વિભાગે થોડી રાહત આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાએ ફરી એકવાર વેગ પકડ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહારના બાકીના ભાગો તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ઝડપથી આગળ વધશે. પરિણામે, હવામાન વિભાગે દેશભરના 22 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

IMD અનુસાર, ચોમાસાની ઉત્તરીય સીમા 25 જૂન સુધીમાં સુરત, ઇન્દોર, મંડલા અને મોતીહારીમાંથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આ અઠવાડિયે પશ્ચિમ કિનારા, ઉત્તરપૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. 27 થી 29 જૂન દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. 28 જૂને આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.