Gujarat Rain: રાજ્યમાં આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યા છે. ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

મધ્ય અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ અને ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે.

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદની શક્યતા છે.  અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  મધ્ય ગુજરાતમાં  પણ આજે વરસાદ વરસી શકે છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા 

હવામાન વિભાગની આગાહી મુજબ  સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતો, માછીમારો અને પ્રવાસીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવનની પણ શક્યતા હોવાથી ખુલ્લા મેદાનો અને જળાશયો નજીક જવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.  

આ પણ વાંચો- Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન

અમદાવાદ શહેરમાં વરસાદ

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવાર-સવારમાં શરૂ થયેલા વરસાદના કારણે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.   વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ, વરસાદની શરૂઆત થતાં જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોમાં ફરી એકવાર પાણી ભરાઈ જવાની ચિંતા વધી હતી. 

અમદાવાદના વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, પ્રહલાદ નગર, ગોતા, વૈષ્ણોદેવી, વેજલપુર તેમજ ગાંધીનગર સુધી ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા.