Cyclone:બિપરજોય વાવાઝોડું જખૌથી માત્ર હવે 170 કિ.મી દુર છે.  ત્યારે તેની અસર ગુજરાતભરમાં જોવા મળે છે. જૂનાગઢમાં ભારે પવન ફુંકાતા સિવિલ હોસ્પિટલનો શેડ ઉડ્યો હતો.


બિપરજોય વાવાઝોડુંના કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.વાવાઝોડું કચ્છમાં મોડી સાંજે લેન્ડફોલ તેવો અનુમાન સેવાઇ રહ્યો છે. નિષ્ણાતના મતમુજબ જયાં લેન્ડફોલ થશે ત્યાં તેની અસર 2 કલાક સુધી રહેશે. હાલ જખૌથી વાવાઝડુ માત્ર 170 કિ.મી દુર છે. ત્યારે તેની અસરથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢમાં પણ વરસાદ ભારે પવન સાથે ફૂંકાતા સિવિલ હોસ્પિટલનો શેડ પણ ધરાશાયી થયો હતો. હવામાન વિભાગે આગામી 2 દિવસ અતિથી અતિભારે વરસાદ  આગાહી કરી છે. વાવાઝોડુ ત્રાટકે પહેલા જ ભારે પવનના કારણે નુકસાન શરૂ થઇ ગયુ છે. જૂનાગઢ હોસ્પિટલનો ગ્રાઉન્ડનો શેડ ઉડતાં નાશભાગ મચી ગઇ હતી. જો કે કોઇ જાનિહાનિના અહેવાલ નથી.


 કંડલા બંદર પર વાવાઝોડાની અસર શરૂ, 80 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન


કંડલા બંદર પર વાવાઝોડાની અસરની શરૂઆત થઇ હતી. કંડલા બંદર પર 80 કિમી પ્રતિ કલાકથી ઝડપે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ભારે પવન સાથે કંડલા બંદર પર વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ મુંન્દ્રામાં પણ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ હતી. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા.


વાવાઝોડાની અસર ટ્રાન્સપોર્ટ ઉધોગ પર પડી હતી. પશ્ચિમ કચ્છમાં સૌથી મોટું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધરાવતું દેવપર ગામ સુમસામ જોવા મળ્યું હતું. પશ્ચિમ કચ્છના દેવપર ગામમાં 250 થી વધુ ટ્રકો પાર્ક કરેલી જોવા મળી હતી. મુંન્દ્રા, કંડલા પોર્ટ બંધ હોવાથી ટ્રકોના પૈડા થંભી ગયા હતા. 16 તારીખ સુધી ટ્રકો નહીં દોડાવવાનો ટ્રક માલિકોએ નિર્ણય લીધો હતો.


જૂનાગઢના માંગરોળનો દરિયો તોફાની બન્યો હતો. માંગરોળના દરિયામાં 20 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા.કાંઠા વિસ્તારમાં 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઇ રહ્યો છે. ટાવર ચોક, લીમડા ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.


જાફરાબાદ કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરાયા