અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલાના  વીજપડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  હવામાન વિભાગ દ્વારા પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 


અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધારી, ખાંભા, ગીર વિસ્તાર અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમીથી લોકોને મોટી રાહત મળી છે. બે દિવસ પહેલા પણ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી અને જાળીયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગામડાઓમાં ખેતરોમાં વરસાદી પાણી ભારાયા હતા. માત્ર 15 મિનિટ જેવા સમયમાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 


રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી


રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે રાજ્યમાં વિધિવત રીતે ક્યારે ચોમાસાની શરુઆત થશે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે.આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.  જો કે 15 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળશે. 


સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે. આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ બેસશ. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.


જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?


રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.  આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે.  ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.  


10 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
 
ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,મહીસાગર, વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરાનગર હવેલી ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,બોટાદ ,દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.