અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 13 મેના રોજ સામાન્ય વરસાદ તેમજ વાવાઝોડું ફૂંકાઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ અને સુરતમાં વાવાઝોડાની તેમજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement


જ્યારે 14 મેના રોજ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. આ લો પ્રેશર 16 મેના રોજ સાયક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થશે..જેનું સતત મોનિટરિંગ હવામાન વિભાગ કરી રહ્યું છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે..પરંતુ લૉ પ્રેશરમાંથી વાવાઝોડા પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી થઈ શકશે.