અમદાવાદઃ આ વખતે નવરાત્રિના પ્રારંભિક નોરતામાં જ વરસાદનું વિઘ્ન પડે તેવી પૂરી સંભાવના છે. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉંડથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે.


આજે છોટાઉદેપુર, નર્મદા-ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી- ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ તો આવતીકાલે વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર કચ્છ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

તો સોમવારે રાજકોટ-કચ્છ, જામનગર- દ્વારકામાં અને મંગળવારે આણંદ, ભરૂચ, સુરત, કચ્છમાં 40 કિલોમટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ શનિવારથી વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.