Gujarat Rain Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં મધ્યમથી ભારે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો. જાણીએ સૌથી વધુ અને સૌથી ઓછો કયાં વરસાદ વરસ્યો.

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ

 છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો. ખેરગામમાં 3.19 ઈંચ વરસાદ વરસ્યો તો સૌથી ઓછો ડેડિયાપાડા, કુકરમુંડામાં 1-1 ઈંચ,ખેડબ્રહ્મા, નેત્રંગ, પારડીમાં 1-1 ઈંચ, પારડી, વાલિયામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો.  ઉમરપાડામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો જાણીએ ક્યાં કેટલો વરસ્યો વરસાદ

Continues below advertisement

છેલ્લા 24 કલાકમાં ડાંગમાં 2.44 ઈંચ વરસાદ

મેઘરજમાં 2.36 ઈંચ વરસાદ

મોડાસામાં 2.32 ઈંચ વરસાદ

વલસાડમાં 2.28 ઈંચ વરસાદ

નિઝરમાં 2.20 ઈંચ વરસાદ

બાલાસિનોરમાં 2.13 ઈંચ વરસાદ

ધરમપુરમાં 2.09 ઈંચ વરસાદ

સોનગઢમાં 2.05 ઈંચ વરસાદ

વઘઈમાં 2.01 ઈંચ વરસાદ

કપડવંજમાં 1.93 ઈંચ વરસાદ

દાંતામાં 1.77 ઈંચ વરસાદ

વાંસદામાં 1.73 ઈંચ વરસાદ

પોશીનામાં 1.61 ઈંચ વરસાદ

સાગબારામાં 1.57 ઈંચ વરસાદ

અંકલેશ્વર અને ચીખલીમાં 1.54 ઈંચ વરસાદ

વડાલીમાં 1.50 ઈંચ વરસાદ

માંડવીમાં 1.46 ઈંચ વરસાદ

પલસાણા અને સુબીરમાં 1.34 ઈંચ વરસાદ

કપરાડા અને લુણાવાડામાં 1.22 ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આગામી સાત દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ચાલું રહેશે. આગામી 2કે 3 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસતો રહેશે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 27 ઓગસ્ટ બાદ ફરી એકવાર વરસાદનું જોર વધશે.

ક્યા જિલ્લામાં વરસશે વરસાદ

બનાસકાંઠા, સાબરકાઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી,મહિસાગર,દાહોદ, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લા વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચમાં કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે બાકીના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનનગર, બોટાદ સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, રાજકોટ, ઉપલેટા ધોરાજીમાં  મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને નકારી ન શકાય.