રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 177 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના માંડવીમાં ખાબક્યો 10 ઈંચ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2020 07:51 PM (IST)
રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 177 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
ગાંધીનગર : રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 177 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં પડ્યો છે. માંડવીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. માંડવી તાલુકામાં વરસેલા ધોધમાર 10 ઇંચ વરસાદ ને લઈ અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. ભારે વરસાદના કારણે કેટલાક ગામોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી 19 તારીખે ભારે વરસાદની આગાહી છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.