જૂનાગઢના માળિયા હાટિનામાં પણ એક ઈંચ, સુરતના ચોર્યાસી અને પલસાણામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પોણો ઈંચ, નવસારીના જલાલપોરમાં પોણો ઈંચ અને જૂનાગઢના વંથલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે.
જામનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. લાલબંગલા, ટાઉનહોલ, સાતરસ્તા, બેડીગેટ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.
આગામી બે દિવસ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં ગાજ વીજ સાથે પડી શકે છે વરસાદી ઝાપટા તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.