Rain Update: રાજ્યમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાની શરૂઆત નથી થઇ,. કેરળ, તમિલાનાડુ, મિઝોરમ, મહારાષ્ટ્રમાં ચોમાસાએવરસાદે  દસ્તક દીધી છે. જો કે રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસુ દસ્તક આપે તેવી શક્યતા છે હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં છૂટછવાયો મધ્યમધી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 

 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં નોંધાયો વરસાદ

 ભાવનગરના મહુવામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ

 ભરૂચના હાંસોટમાં પણ અઢી ઈંચ વરસાદ

 નેત્રંગ અને ભરૂચ શહેરમાં બે ઈંચ વરસાદ

 સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ

ઓલપાડમાં સવા ઈંચ વરસાદ

 વાલિયામાં એક ઈંચ વરસાદ

કામરેજમાં એક ઈંચ વરસાદ

ધોલેરા અને ઝઘડિયામાં એક ઈંચ વરસાદ

 જાફરાબાદ, તળાજામાં પોણો ઈંચ વરસાદ

 નાંદોદ, રાજુલામાં પોણો ઈંચ વરસાદ

 ઉના, વાગરા, તાલાલામાં અડધો ઈંચ વરસાદ

તિલકવાડા, ઉમરગામ, ધારીમાં અડધો ઈંચ વરસાદ

ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે

તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મિઝોરમમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાની આગળ વઘવાની ગતિ ખૂબ સારી છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસાની એન્ટ્રી મહારાષ્ટ્રમાં થઇ જશે. 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  હાલ જે  છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે તે  પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહ્ય છે.                                        

આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે. બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હાલ આ સિસ્ટમ કોંકણના દરિયાકાંઠા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 29મી મે સુધી આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.