ગુજરાતમાં સવારથી લઈને અત્યાર સુધી 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
જૂનાગઢના માંગરોળ, ભાવનગરના મહુવા અને સુરતના ઓલપાડમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના 8 તાલુકાઓમાં અડધા ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં માત્ર બે કલાકમા જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીનામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેતર અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.