જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો  આવ્યો છે.  વંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 


જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડાલ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો છે.  વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. 


જૂનાગઢ શહેરમાં વરસાદ વરસ્યો છે.  શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે.  સાબલપૂર, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  લોકોને ગરમીથી  રાહત મળી છે.  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. 


જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતવરણમાં ઠંડડ જોવા મળી હતી. 


ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી


રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 


અંબાલાલ પટેલે મોટી આગાહી


ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. 


અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.